અરવલ્લીમાં પોલીસને જોઈ ધાડપાડુ ગેંગ ભાગવા જતા અકસ્માત : 4 સામે ગુનો નોંધાયો
મોડાસા શહેરમાં SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક ધાડપાડુ ગેંગ નજરમાં આવી હતી. પોલીસની ટીમને જોઈને ગેંગે પોતાનું વાહન પૂરપાટ ઝડપે દોડાવીને પોલીસથી બચવા દોડાવી મુક્યુ હતુ.
SOGની ટીમ મોડાસા શહેર અને આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન આ ધાડપાડુ ગેંગનો આમનો સામનો થઈ ગયો હતો. ભેરુન્ડા સર્કલ નજીક રાણા સૈયદ બાયપાસ રોડ હાઈવે રોડ પર એક વાહન પર શંકા જતા તેને ચેકિંગ કરવા માટે પ્રયાસ કર્યો હતો. ઉભેલા વાહનને જોઈને શંકાસ્પદ લાગતા પોલીસની ટીમના માણસો તેની નજીક જતાં જ તેઓ ચોંકી ઉઠ્યા હતા.