મોડાસાની ૬૫ વર્ષીય મહિલા અને ધનસુરાના વજેપુર કંપાના ૩૮ વર્ષીય યુવકને કોરોના ભરખી ગયો

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ અરવલ્લી : અરવલ્લી જીલ્લામાં લોકડાઉન પછી અનલોક-૧ ની પરિસ્થિતિમાં રોજબરોજ કોરોના પોઝેટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે જીલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો મૃત્યુ આંક સતત વધતા લોકોમાં કોરોનાનો ભય હાવી થઇ રહ્યો છે જીલ્લામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓનો આંક ૧૩૭ પર પહોંચ્યો છે જેમાં ૧૦ લોકો કોરોના સામે જંગ હારી ગયા છે મોડાસા શહેરમાં અત્યાર સુધી ૭ લોકોને કોરોના ભરખી જતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે છેલ્લા ૨૪ કલાકમાં મોડાસા શહેરની કોટ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય મહિલા અને ધનસુરા તાલુકાના વજેપુર કંપા નો ૩૮ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે આરોગ્યતંત્ર કોરોનાગ્રસ્ત વિસ્તારમાં રાબેતા મુજબ સર્વેની કામગીરી હાથધરી હતી  લોકડાઉન-૧ માં કોરોના સામે સંપૂર્ણ સલામત રહેલો અરવલ્લી જિલ્લામાં લોકડાઉન-૨ માં કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી લોકો પ્રવેશતા કોરાના વિસ્ફોટ થતા ૨૪ કલાકમાં ૨૫ લોકો કોરોનાનો શીકાર બન્યા હતા લોકડાઉનમાં ગેરકાયદે છુટછાટ ભોગવવું મોડાસા શહેર જિલ્લાના નાગરિકોને ભારે પડયું હતું અને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી હતી તે દરમ્યાન લોકડાઉન-૩ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા ટેસ્ટીંગ વધારી દેવાના કારણે કોરોનાના સંક્રમણ ઉપર તંત્રને કાબુ મળ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઈ હતી પરંતુ છુટછાટવાળું લોકડાઉન-૪ અને ત્યારબાદ છેલ્લા ૮ દિવસથી અનલોક-૧ ચાલી રહયું છે જેમાં મોડાસા શહેર અને જિલ્લામાં લોકો ભયમુક્ત થઈને બેફામ અવર જવર કરી રહયા છે જેના પગલે મોડાસા શહેર અને જિલ્લામાં સતત કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.