શામળાજી ખાતે કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આદિવાસી ઉત્સવ ઉજવાયો

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. જેમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ વિશ્વ આદિવાસી દિવસની તમામને શુભકામનાઓ પાઠવું છું. આજે વિશ્વના દરેક મુકામ ઉપર આદિવાસી ભાઈઓ અને બહેનોએ પોતાની એક જગ્યા ઊભી કરી શકે. ભવ્ય ઇતિહાસ ધરાવતા આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓની સાથે આગવી ઓળખ ઉભી કરવામાં ખૂબ જ સફળ રહ્યા છે. ગુજરાત એટલે વંચિતોનો વિકાસ, શિક્ષણનો સાગર, આરોગ્યમાં અગ્રેસર, નવા રસ્તાઓ તથા આધુનિક ઈનફાસ્ટ્રક્ચર એટલે આપણું ગુજરાત. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ, મેડીકલ કોલેજ, જમીનના હક્ક આપી તેમનું સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા તરફ ક્રાંતિકારી નિર્ણયો રહી છે.રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ વિકાસ લક્ષી યોજનાઓ થકી આદિવાસી બેલ્ટને વિકાસની એક નવી પરિભાષા આપી છે. આજે છેવાડાનો માનવી તેના પરિવાર સાથે સુખેથી રહે છે. ગુજરાત રાજયે તમામ ક્ષેત્રમાં વિકાસના નૂતન આયામો સર કર્યા છે. માનવ વિકાસને સીધા સ્પર્શતા શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સમાજ કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, આવાસ, રોજગાર અનેક ક્ષેત્રે વ્યક્તિલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ દ્વારા ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. કોઈપણ રાજ્યના વિકાસનો ખરો માપદંડ અંતરિયાળ વિસ્તારોમાં વસતા માનવી સુધી વિકાસના સુફળ પહોંચે તે જ છે. લોકોને કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડીને તેમના સર્વાંગી ઉત્થાન માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી પ્રયાસો કરી રહી છે. પરિવર્તન સાર્વત્રિક છે છતાં આદિવાસી સંસ્કૃતિમાં આવી રહેલા બદલાવ છતાં તેની મૂળભૂત બાબતો બહુ જ સચવાયેલી જોવા મળે છે. આદિવાસીઓના ભવ્ય ઇતિહાસ અને તેમની સંસ્કૃતિને આજે યાદ કરીએ છીએ.આજે આદિવાસી વિદ્યાર્થીઓ ખૂબ જ સારું એવું શિક્ષણ મેળવીને સમાજ, પરિવારનું નામ રોશન કરી રહ્યા છે. તે સાથે જ ઘણા ઊંચા પદો ઉપર આજે આદિવાસી વર્ગ છે. આ પ્રગતિના પંથે સરકાર વિકાસલક્ષી યોજનાઓ થકી આપની પડખે છે. આજના દિવસની તમામને ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ‘


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.