બાયડ તાલુકાના ચોઈલામાં ત્રીદિવસીય રામયજ્ઞ યોજાયો

અરવલ્લી
અરવલ્લી

ગઈકાલે અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશ રામમય બન્યો હતો. ત્યારે અરવલ્લી જિલ્લાનું ચોઈલા ગામ આજે પણ રામમય જોવા મળ્યું હતું.ગઈકાલે પ્રારંભ થયેલા રામયજ્ઞ નિમિત્તે આજે બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. સમગ્ર વાતાવરણ જયશ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.આજો 23 જાન્યુઆરી 2024ના શુભ દિવસે ચોઇલા ગામ ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના આશીર્વાદથી ને ચોઇલ રામ મંદિરના મહંત રામકુમાર દાસજી ચોઈલ શ્રીરામ મંદિર દ્વારા વિષ્ણુયાગનું સમસ્ત ચોઇલા ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાથે સાથે ગુરુ વિનોદચંદ્ર મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.તેમાં સમસ્ત ચોઇલા ગામના પરિવારો જોડાયા હતા. આ શુભદીને રામ, લક્ષ્મણ, સીતા તેમજ શબરીની ભૂમિકાઓ ભજવાઈ હતી. ગામમાં 3 દિવસના વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યુ છે. સાથે સાથે સમગ્ર ગામ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પણ ભગવાન રામના ચરિત્ર વિશે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેથી સમગ્ર ગામ જયશ્રી રામના હજારો ભક્તોના નારાઓ સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.


ત્રીદિવસીય ચાલનારા આ કાર્યક્રમમાં રામ યજ્ઞ અને વિષ્ણુ યજ્ઞનું વૈદિક પદ્ધતિથી ચારે વેદના ભૂદેવો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. યજ્ઞમાં દેહ પ્રાયશ્ચિત પંચાંગ કર્મથી લઈ અનેક ઔષધિઓ દ્વારા યજ્ઞમાં આહુતિ અપાઇ હતી. આજે બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં અબાલ વૃદ્ધ સૌકોઈ મોટી સંખ્યામાં જોડાયા હતા.મહા મંડલેશ્વરો અનેક સાધુ સંતો, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞ માટે અગિયાર કુંડ બનાવવામાં આવ્યા હતા. ગાયના છાણથી લીંપીને વૈદિક પધ્ધતિથી યજ્ઞ મંડપ તૈયાર કરાયો છે. એક તરફ અયોધ્યામાં ભગવાન રામચંદ્રની મૂર્તિ પ્રતિષ્ઠા બીજી તરફ બાયડના ચોઈલામાં રામ યજ્ઞ અને વિષ્ણુ યજ્ઞના અનોખા સંયોગથી સમગ્ર વિસ્તારમાં એક આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.