માલપુરના વાત્રક નદીના પુલ પાસે પસાર થતી પાણી યોજનાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ

અરવલ્લી
અરવલ્લી

સરકાર દ્વારા પાણી માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. પાણી બચાવવા માટેના અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે, બીજીતરફ તંત્રની બેદરકારીના કારણે પાણીનો વ્યય થતો હોય છે. આવી જ એક ઘટના માલપુરમાં સામે આવી છે.માલપુર નગરમાં ડુંગર પર લાખો લિટર પાણીની કેપેસિટીવાળી ઓવરહેડ ટાંકી બનાવી છે. તેમાંથી પાઇપલાઇન દ્વારા માલપુર અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પૂરું પડાય છે. આ પાણીના વિતરણ માટે ટાંકીમાંથી મુખ્ય પાઇપલાઇન નાખવામાં આવી છે. જે માલપુરના ગોધરા રોડ પર આવેલા વાત્રકપુલ પાસેથી પસાર થાય છે.


આ પાઇપલાઇનમાં છેલ્લા એક અઠવાડિયાથી ભંગાણ સર્જાયું છે. દરરોજ લાખો લિટર પાણી વ્યર્થ વહી જાય છે. એકતરફ ચાલુ ચોમાસાની સિઝનમાં પૂરતો વરસાદ થયો નથી અને ઉપરવાસમાં પણ વરસાદ નથી. જેથી જળાશયો પણ ભરાયા નથી. એવામાં તંત્રની બેદરકારીના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થાય છે. આ પાણી નીકળી જવાના કારણે આગળના ગામડાઓમાં પણ નિયમિત પાણી પહોંચતુ નથી. આમ હાલ પાણી પુરવઠા તંત્ર ઊંઘમાં હોય એમ લાગી રહ્યું છે ત્યારે, તંત્ર જાગૃત થાય અને માલપુર પાસે નીકળતું પાણી બંધ કરાવે એવી માગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.