માલપુરના ટુણાદર ગામે જમીન મામલે ખેલાયો ખૂની ખેલ : પિતા અને બે પુત્રોએ જમીન માલિકનું ઢીમ ઢાળી દેતા ચકચાર

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ અરવલ્લી : લોકડાઉનમાં હત્યા અને આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે જર,જમીન અને જોરૂ ત્રણે કજિયાના છોરું આ કહેવત મુજબ અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ટુણાદર ગામે જમીન અંગે પ્રજાપતિ અને પગી પરિવાર વચ્ચે ચાલતી બબાલમાં સોમવારે સવારે પગી પરિવારના પિતા અને બે પુત્રોએ બાલુભાઈ ધુળાભાઈ પ્રજાપતિ સાથે ખેંચતાણ કરી ધક્કામુક્કી કરતા બાલુભાઈ પ્રજાપતિ જમીન પર પટકાતા પ્રાણ પંખેરું ઉડી જતા ભારે ચકચાર મચી હતી હત્યારાઓ નાસી છૂટ્યા હતા મૃતકની લાશને બાયડ સરકારી દવાખાને ખસેડી પીએમ માટે તજવીજ હાથધરી માલપુર પોલીસે પિતા અને બે પુત્રો સામે હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટુણાદર ગામના બાલુભાઈ ધુળાભાઈ પ્રજાપતિ ખેતર પાસે ગામનાજ સાયબા ભાઈ પગીનું ખેતર આવેલ હોવાથી સાયબાભાઈ પગી અને તેમના પુત્રો બાલુભાઈ પ્રજાપતિનું ખેતર પચાવી પાડવા માટે અવાર-નવાર બબાલ કરી ધમકી આપતા હતા સોમવારે સવારે બાલુભાઈ પ્રજાપતિ ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે સાયબા ભાઈ પગી અને તેના પુત્ર વિક્રમ અને રાજુ ત્રણે મળી બાલુભાઈ સાથે ગાળાગાળી કરી ખેંચતાણ કરી ધક્કો મારતા બાલુભાઈ પ્રજાપતિ જમીન પર પટકાતા બેભાન થતા પરિવારજનો બાલુભાઈને તાબડતોડ બાયડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્‌યું હતું જમીનની બબાલમાં આધેડની હત્યા થતા માલપુર પોલીસે બાયડ સરકારી દવાખાને મૃતકની લાશને પીએમ માટે ખસેડી ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. માલપુર પોલીસે રમણભાઈ ધુળાભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે ૧) સાયબા ધુળાભાઈ પગી, ૨) વિક્રમ સાયબા પગી અને ૩) રાજુ સાયબા પગી વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી હત્યારા પિતા-પુત્રોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.