ભિલોડાના મલાસામાં આર્થિક સંકડામણના કારણે આધેડે આત્મહત્યા કરી
કોઈપણ માણસ પોતે વેપાર માટે કે અન્ય કોઈ વ્યવસાય માટે નાણાનું રોકાણ કરતા હોય છે, પરંતુ જો વેપારમાં નિષ્ફળતા મળે અથવા કોઈ વ્યક્તિ દગો કરે ત્યારે આર્થિક તંગી વર્તાતા જીવનનું અંતિમ પગલું ભરવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો ભિલોડામાં સામે આવ્યો છે.ભિલોડા પાસે આવેલા મલાસાના વતની મલાસા ઠાકોર અને અરવલ્લી જિ.પં. પૂર્વ પ્રનુખના ભાઈ વિક્રમસિંહ ચાહણ ભિલોડામાં રિયલ એસ્ટેટ અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ એ તાજેતરમાં ભિલોડા ખાતે 6 દુકાનોવાળું એક કોમ્પ્લેક્ષ બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આ કોમ્પ્લેક્ષની દુકાનો વેચાતી નહોતી. આથી તેઓએ પોતાની જ દુકાનમાં સ્વયં પર ફાયરીંગ કરી મોતને વ્હાલુ કર્યું હતુ.
તેમની સ્યુસાઈટ નોટ મુજબ કોઈપણ વ્યક્તિ તેમની દુકાન ખરીદવા આવે તો તેમના વિરોધીઓ ગ્રાહકોને પાછા કાઢતા હતા. આવો આક્ષેપ તેઓએ આત્મહત્યા કરતા અગાઉ પોતાના વીડિયો નિવેદનમાં જણાવ્યા હતા. તેઓએ સ્યુસાઈટ નોટમાં પણ પોતાના સાથે કોણે કોણે દગો કર્યો અને તેમની મિલકત કોને આપવી આ બધો ઉલ્લેખ કર્યો છે. આ સમગ્ર બાબતે મૃતકના ભાઈ દ્વારા પણ આર્થિક સંકડામણને લઈ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે. જો કે સાચી હકીકત પોલીસ તપાસ બાદ ખ્યાલ આવે તેમ છે. સમગ્ર મામલે ભિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.