માલપુર નગરમાં આગામી દિવાળીના તહેવારોમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ યોજાયું
જ્યારે જ્યારે તહેવારો આવે ત્યારે કોઈને કોઈ નિમિત્તે તહેવારોમાં ભંગ પાડવા, અશાંતિ ફેલાવવા અસામાજિક તત્વો પ્રયત્નો કરતા હોય છે. ત્યારે તહેવારો શાંતિ અને સુલેહ પૂર્વક ઉજવાય એવી જાગૃતિ લાવવા માટે માલપુર નગરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.
આગામી દિવસોમાં દેવાળીના તહેવારો આવે છે. ત્યારે નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિ સુલેહ બની રહે તે માટે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી અને માલપુર પીઆઇ માળી અને માલપુર પોલીસ સ્ટાફ દ્વારા માલપુર નગરમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. જેના દ્વારા રહીશો પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોતાની ફરજ પ્રત્યે જાગૃત રહે અને તહેવારોની હર્ષ અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી શકે તેની લોક જાગૃતિ અર્થે માલપુર નગરમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.