ભિલોડાના મઉ ગામે ખેડૂત પર જંગલી ભૂંડે હુમલો કર્યો
ખેડૂત ખેતરમાં ખેતીકામ કરતો હોય છે ત્યારે વન્ય પ્રાણીઓનો ભય રહેતો હોય છે. ક્યારેક દીપડો તો ક્યારેક જંગલી ભૂંડ દ્વારા હુમલો કરાય છે. ત્યારે આવા જંગલી પ્રાણીઓથી બચવા વન વિભાગ સતર્ક બને એ જરૂરી છે. ત્યારે ભિલોડાના મઉ ગામે ખેડૂત પર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો.
ભિલોડાના મઉ ગામે એક ખેડૂત દંપત્તિ ખેતરમાં ખેતીકામ કરી રહ્યાં હતા. એટલામાં ખેતરમાં જંગલી ભૂંડ આવી ચડ્યા ખેડૂતે ભૂંડને હાંકવા માટે પ્રયત્નો કર્યા હતા. ત્યારે એકાએક ભૂંડએ પતિપત્ની પર હુમલો કર્યો હતો. બંનેએ ખેતરમાં બુમાબુમ કરી મુક્તા આસપાસથી અન્ય ખેડૂતો આવી ચડ્યા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ખેડૂત દંપત્તિને સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડેયા હતા. ખેડૂત પર વધતા જતા હુમલાના કારણે વન વિભાગ સતર્ક બને એવી માગ કરી છે.