![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/મોડાસાના-સાયરાના-અમરાપુરની.jpg)
મહિલાઓ વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસમાં મારામારી તેમજ લૂંટની ફરિયાદ નોંધાવી
મોડાસાના સાયરાના અમરાપુરની સીમમાં આ જમીન અમારી છે તેમ કહી ચાર મહિલાઓએ ખેડૂત પર હુમલો કરી માર મારી રૂ.50 હજારની લૂંટ ચલાવતા ખેડૂતે 4 મહિલાઓ વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસમાં મારામારી તેમજ લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
સાયરાના રમેશભાઈ બેચરભાઈ પટેલે રૂરલ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ મંગળવારે અમરાપુરની સીમમાં જમીનમાં ઓરડી બનાવવાનું કામકાજ શરૂ હોવાથી તેઓ કોન્ટ્રાક્ટરને પૈસા આપવા ગયા હતા. દરમિયાન 11:30 કલાકે અમરાપુર અને છાપરાની 4 મહિલાઓ ત્યાં આવી કહેવા લાગી હતી કે આ જમીન અમારી છે અહીં આવવું નહીં તેમ કહી રમેશભાઈ સાથે ખેંચતાણ કરી હુમલો કરીને તેની આંગળી ઉપર ફ્રેક્ચર તેમજ તેને લાકડી વડે માર મારીને તેના હાથમાં રહેલ રૂ.25,000 તેમજ તેના ખિસ્સામાં રહેલ અન્ય રૂ.25 હજારની બે મહિલાઓએ લૂંટ ચલાવી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં રમેશભાઈ બેચરભાઈ પટેલ રહે. સાયરા સ્વામિનારાયણ મંદિર પાસે મોડાસાએ રૂરલ પોલીસમાં ભાવનાબેન નરેશભાઈ પરથીભાઇ ચૌહાણ રહે. છાપરા સાયરા મોડાસા, કોમલબેન હરિચંદ્ર ચૌહાણ, શિવીબેન બચુભાઈ ચૌહાણ અને કાળીબેન કાળાભાઈ ચૌહાણ તમામ રહે. અમરાપુર તા.મોડાસા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.