શામળાજી થી 6 કિમી રાજસ્થાનમાં રોંગ સાઇડમાં જતી કાર ટ્રાવેલ્સ સાથે ટકરાઈ
ગુજરાત-રાજસ્થાન સરહદે શામળાજીથી 6 કિમી દૂર રાજસ્થાનમાં અકસ્માત સર્જાયો છે. ડુંગરપૂરના વીંછીવાડાથી શામળાજી વચ્ચે રોંગ સાઈડ જતી કાર ખાનગી ટ્રાવેલ્સ સાથે ટકરાતા કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં અરવલ્લીના ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.અરવલ્લીના યુવકોએ ઉદેપુર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર રોન્ગ સાઈડમાં કાર લઈ જઈ રહ્યા હતા. જેના કારણે સામેથી આવતી એક ખાનગી બસ સાથે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં શામળાજી પાસેના વેણપૂરના 2 સહિત ખારી, પાંડરવાડા ગામના કુલ 4 યુવાનોનું મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે.
આ ઘટના બાદ વીંછીવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે પ્રયાસો બાદ યુવકોના મૃતદેહો કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.અરવલ્લી જિલ્લાના 5 યુવકો પોતાના કામકાજ અંગે રાજસ્થાન તરફ જતા હતા. ત્યારે શામળાજી-ઉદયપુર નેશનલ હાઇવે પર પરોઢિયે બીછીવાડા પાસે કાર રોંગ સાઈડ પસાર થતી હતી. તે વખતે સામે ઉભી રહેલી એક ખાનગી લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારમાં સવાર 5 યુવકો પૈકી 4નાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ડુંગરપર હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકોમાં શામળાજી પાસે વેણપુરના બે, એક ખારી અને એક પાંડરવાળાનો છે.