મેઘરજ જુના બસ સ્ટેશન પાસે કારમાં આગ લાગતા અફરાતફરી મચી

અરવલ્લી
અરવલ્લી

કોઈપણ વાહન હોય તેની જાળવણી ના થાય તો કોઈ ને કોઈ આકસ્મિક ઘટના બનતી હોય છે. ત્યારે મેઘરજ નગરમાં ઉભી રહેલી કારમાં એકાએક આગની ઘટના સામે આવી.

મેઘરજ નગરમાં જુના બસ સ્ટેશન પાસે એક કાર ઉભી હતી. તેમાં રાત્રિ દરમિયાન એકાએક ધુમાડા નીકળવા લાગ્યા જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોતજોતામાં કાર સંપૂર્ણ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. કારમાં આગની ઘટનાને લઈ મોડાસા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યું અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જો કે આગ કયા કારણોસર લાગીએ હકીકત જાણી શકાઈ નથી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.