મોડાસાના ઓધારી લેક પર વોકિંગ કરી રહેલા યુવક પર 6 હુમલાખોરોએ હુમલો કર્યો
આજકાલ અસામાજિક અને લુખ્ખા તત્વોને કાયદાનો ડર રહ્યો નથી અને મન ફાવે ત્યાં નિર્દોશ લોકો પર જીવલેણ હુમલો કરતા હોય છે. આવા આવારા અને લુખ્ખા તત્વો પોલીસ માટે પણ પડકાર રૂપ છે.મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા ઓધારી તળાવના ફૂટ પાર્ક પર દેવાંગ પંડ્યા નામના યુવક વોકિંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ યુવક પર એકાએક હુમલો કર્યો હતો. યુવક બચવા માટે ઓધારી લેક બહાર આવ્યો તો ત્યાં પણ કેટલાક હુમલાખોરોએ ફરી યુવકને માથા તેમજ અન્ય ભાગો પર માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા.
આસપાસના લોકો દોડી આવ્યા અને યુવકને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો. સમગ્ર ઘટના બાબતે મોડાસા ટાઉન પોલીસ દ્વારા યુવકની ફરિયાદ આધારે ગણતરીના સમયમાં જ 6 આરોપીઓની ધરપકડ કરીને ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે ઓધારી તળાવ લાવી હતી અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી હતી.