અરવલ્લી જિલ્લાના વાત્રકમાં નદીમાં 500 ક્યુસેક પાણીની આવક નોંધાઇ
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ઉનાળા સમયે સૂકી ભટ ભાસતી નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ત્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. માલપુરની વાત્રક નદીમાં નવા નીરની આવક થઈ છે. વાત્રક નદીમાં 3550 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે મોડાસાના માઝૂમ ડેમમાં પણ 500 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે, પ્રથમ વરસાદમાં જ નદીઓમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ખેડૂતોને અને પશુપાલકોને છૂટથી પાણી મળી રહેવાની આશા બંધાઈ છે. નદીઓમાં નવા નીર આવવાથી ઉનાળામાં ઊંડા ગયેલા બોર-કુવાના સ્તર પણ ઊંચા આવશે.