બાઠીવાડા ગામે કોંગ્રેસના પીઢ અગ્રણી રાયચંદ ડામોર સહિત 50 કાર્યકરો ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં હડકંપ
જેમ-જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે એમ રાજકીય ગતિવિધિઓ તેજ થતી જાય છે, ત્યારે અરવલ્લીના મેઘરજ તાલુકા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું હતુ.
મેઘરજના બાઠીવાડા ગામે ભાજપના કાર્યકર્તા સંમેલનનો એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, જી.પ. પ્રમુખ પ્રિયંકા ડામોર,પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોર, જિલ્લા ભાજપ મહામંત્રી ભીખાજી ડામોર ,ધારાસભ્ય પી.સી. બરંડાની ઉપસ્થિતમાં કોંગ્રેસના પીઢ કાર્યકર અને પૂર્વ જી. પં સદસ્ય રાયચંદ ડામોર અને તેમના સાથી 50 જેટલા કાર્યકરોએ આજે કોંગ્રેસને અલવિદા કર્યું હતું અને ભાજપનો કસરિયો ધારણ કર્યો હતો. આમ મેઘરજ તાલુકામાં કોંગ્રેસમાં મોટું ગાબડું કહી શકાય જેના કારણે અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ભૂકંપ જોવા મળ્યો હતો.