મોડાસામાં યુવતી પર ટિપ્પણી કરી 3 જણે તેના બે ભાઈઓને મારમાર્યો

અરવલ્લી
અરવલ્લી

મોડાસા શહેરમાં રમઝટ પાર્ટી પ્લોટમાંથી નવરાત્રિ પૂર્ણ કરી પરત ફરી રહેલ દીકરીને ખેર સર્કલ પાસે ત્રણ શખ્સોએ કોમેન્ટ કરી તેના ભાઈ અને કાકાના દીકરાને માર મારતાં ત્રણ શખ્સો વિરુદ્ધ મોડાસા ટાઉન મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

મોડાસાની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નૈનેશભાઈ પિયુષભાઈ પટેલ તથા તેમની બહેન નવરાત્રિ પૂર્ણ કર્યા બાદ અલગ અલગ પોતાના વાહન ઉપર ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન રામપાર્ક નવરાત્રી તરફથી આવતા અજાણ્યા ત્રણ શખ્સોએ દીકરીને કોમેન્ટ કરતાં તેના ભાઈએ ગાડી સાઈડ કરી શું કોમેન્ટ કરે છે.

તેવું કહેતો ત્રણ શખ્સો દીકરીના ભાઈ ઉપર તૂટી પડ્યા હતા અને માથાના ભાગે કંઈક મારી દેતા નૈનેશભાઈ ને ઈજાઓ પહોંચાડી હતી તદુપરાંત તેમને ઢોર મારમાર્યો હતો અને તેમના ભાઈને પણ ઢોર માર માર્યો હતો ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જતા જતા આ ત્રણેય જણાં જાનથી મારી નાખવાની ધમકી આપતાં શિવમભાઈ પિયુષભાઈ પટેલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાંફરિયાદ નોંધાવતા પોલીસે અજ્જુ મારવાડી, ધવલ મારવાડી, અક્ષય ઉર્ફે અકીરાણા તમામ રહે. સર્વોદય નગર ડુંગરી ટેકરી ઉપર સહિત ત્રણેય વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.