મોડાસામાં રમઝાન ઈદના દિવસે ઘર માલિકના પૌત્રોએ માનવતા નેવે મૂકી : ભાડુઆત મહિલા ઘરમાં હતી બહારથી તાળું મારી દીધું

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ, અરવલ્લી : કોરોના વાઇરસને લઇને હાલ લોકડાઉન-૪ ચાલી રહ્યું છે ત્યારે જરૂરિયાતમંદ, અને મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની છે મોડાસાની સહારા સોસાયટીમાં ભાડુઆત તરીકે રહેતી મહિલા અને તેના પરિવારની રમઝાન ઈદની ઉજવણીની ખુશી ઘર માલિકના બે પૌત્રએ છીનવી લીધી હતી ભાડુઆત મહિલા અને તેનો પરિવાર ઘરમાં રસોઈ બનાવતો હતો અને મકાન માલિકના પૌત્રોએ ભાડાની ઉઘરાણી કરી બહારથી તાળું મારી દેતા આજુબાજુથી સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને લોકફાળો કરી ભાડું આપવા છતાં પૌત્રો દાદાગીરી કરી રૂપિયા રોડ પર ફેંકી દઈ બે દિવસમાં મકાન ખાલી કરવાની ધમકી આપતા હોબાળો થતા મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ભાડુઆતને ઘરમાંથી છુટકારો કરાવ્યો હતો ભાડુઆત અને મકાન માલિકે અંદર અંદર સમાધાન કરી લેતા મામલો થાળે પડ્‌યો હતો
મોડાસાના લઘુમતી સમાજના અગ્રણીના સહારા સોસાયટીમાં આવેલા મકાનમાં દોઢ વર્ષથી ભાડે રહેતી મહિલા અને તેનો પરિવાર લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં એક મહિનાનું ભાડું ચુકવવામાં થોડું મોડું થતા મુસ્લિમ અગ્રણીના પૌત્રોએ દાદાગીરી કરી મહિલા અને તેનો પરિવાર ઘરમાં રસોઈ બનાવી રહ્યો હતો ત્યારે તાત્કાલિક ઘર ખાલી કરવાનું જણાવતા મહિલા અને તેના પરિવારે આજીજી કરવા છતાં એક હજાર રૂપિયા માટે ઘર માલિકના પૌત્રોએ માનવતા નેવે મૂકી પવિત્ર રમઝાન ઈદના દિવસે સંવેદનહીન બની ઘરને બહારથી લોક મારી દેતા મહિલા અને તેના પરિવાર ઘરમાં પુરાઈ ગયો હતો મકાનમાલિકના પૌત્રોની દાદાગીરી અને મકાનને લોક મારી દેવાની ઘટનાને પગલે પાડોશીઓ દોડી આવ્યા હતા અને લોકફાળો કરી રૂપિયા આપવા છતાં રૂપિયા રોડ પર ફેંકી દઈ ભાડુઆતને ધમકાવતા હોબાળો થતા ઘરમાલિકના પૌત્રોએ ભાડુઆતને ઘરમાં પુરી દીધા હોવાની જાણ મોડાસા ટાઉન પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ઘરમાં બંધ ભાડુઆત મહિલા અને તેના પરિવારનો છુટકારો થયો હતો મકાન માલિક અને ભાડુઆતે અંદર-અંદર સમાધાન કરી લેતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી થાળે પડ્‌યો હતો
મુસ્લિમ અગ્રણીના પૌત્રોની ભાડુઆત મહિલા સાથે કરેલ દાદાગીરી અને ઘરમાં પુરી દઈ લોક મારી દેતા મુસ્લિમ અગ્રણીની સમાજમાં અને મોડાસા નગરમાં ભારે થું-થું થઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.