પાલનપુરમાં સમી સાંજે વાતાવરણ પલટાતા મેઘરાજાનું આગમન થયું હતું. અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાના આગમનને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો. પાલનપુરમાં સાંજ ઢળતાની સાથે જ મોસમે મિજાજ બદલ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. ગાજવીજ અને પવન સાથે મેઘરાજાનું આગમન થતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ફરી વળ્યાં હતા. જોકે, વરસાદને પગલે પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જતા લોકો પરેશાન થઈ ગયા હતા. જોકે, ભર ઉનાળે ચોમાસું માહોલ જોવા મળ્યો હતો. જેમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી ત્રસ્ત શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.

- June 16, 2025
0
127
Less than a minute
You can share this post!
editor