ડીસા મોંધવારી એ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી દીધો છે. જીવન જરૂરિયાતની ચીજોમાં મોંધવારીએ સામાન્ય પ્રજાને સકંજામાં ઝકડી લીધાં છે. ત્યારે ગરીબોનું ફ્રીજ ગણાતું રાજસ્થાની સફેદ માટલા પણ આ મોંઘવારીમાં બાકાત રહ્યા નથી. ગરીબોનાં આ ફ્રીજના રાજસ્થાની સફેદ માટલાના ભાવમાં દર વર્ષે દશ ટકાનો વધારો થતો જોવા મળે છે. ડીસા શહેરના ગાયત્રી મંદિર, જલારામ મંદિર, બેકરી વ્હોળામા તેમજ બજારો વિગેરે વિસ્તારોમાં રાજસ્થાનના સફેદ માટલાનો જંગી જથ્થાના ઢગ ખડકાઈ રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે ગરમી દીન પ્રતિદિન વધારો થવા લાગતા ગરમીમાં ઠંડા પાણી આપતું આ રાજસ્થાની સફેદ માટલા માટે લોકો ખરીદી કરતા હોઈ આવા રાજસ્થાની સફેદ માટલા ડીસા શહેરમાં નજરે પડવા લાગ્યા છે.

- March 12, 2025
0
44
Less than a minute
You can share this post!
editor