બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેઈની વિમાન ઢાકાના ઉત્તરામાં ક્રેશ થયું છે. સેના ઘાયલોને બચાવી રહી છે અને તેમને હોસ્પિટલમાં લઈ જઈ રહી છે. વિમાન શાળા સાથે અથડાયું હતું અને એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ વીડિયો આ અકસ્માતનો છે કે નહીં. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ અકસ્માતની પુષ્ટિ કરી છે. ફાઇટર પ્લેન ક્રેશ થયાની માહિતી મળ્યા બાદ, ફાયર વિભાગની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બાંગ્લાદેશ આર્મીના સભ્યો અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
- July 21, 2025
0
314
Less than a minute
You can share this post!
editor

