શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ ઉપરથી રૂ.14.40 લાખનો વિદેશી દારૂ લઈને પસાર થઈ રહેલી પરપ્રાંતીય આયસરને ખાનગી માહિતીના આધારે ઝડપી પોલીસે ટ્રક ચાલક સહિત બેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલા નાના મોટા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન પીઆઇ ડીંડોરને ખાનગી માહિતી મળી હતી કે આયસર નં. એચ આર 63d 63 87માં વિદેશી દારૂનો જથ્થો ભરીને બે શખ્સો રાજસ્થાન થઈ અણસોલ ચેકપોસ્ટ થઈને ગુજરાતમાં પ્રવેશવાના હોવાની માહિતીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચૌધરી અને સ્ટાફે ચેકપોસ્ટ ઉપર બેરિકેટિંગની આડશ ઉભી કરી આયસર રોકી તેની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની પેટી નંગ 360 કુલ બોટલ ક્વાર્ટર નંગ 86 40 મળ્યા હતા. પોલીસે 14.40 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને આયસર સહિત કુલ રૂ.22. 42 લાખનો મુદ્દામાલ કબજે લઈ ચાલક દિનેશભાઈ કિશનભાઇ ચમાર રહે. જસૈયા જિ. રોહતક હરિયાણા અને ગોપાલભાઈ શંકરભાઈ રાજપૂત હાલ રહે. બહાદુરગઢ જિ.જજ્જર હરિયાણા મૂળ રહે. મથુરા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- June 2, 2025
0
2,144
Less than a minute
You can share this post!
editor