શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર વહેલી પરોઢે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાન તરફથી આવતી એક શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરતા ઇલેક્ટ્રિક સામાનની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન આ ટ્રક શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. ટ્રકની ઝીણવટભરી તપાસ કરતા તેમાંથી 8,010 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત રૂ. 63.40 લાખ થવા જાય છે. પોલીસે ટ્રક, ઇલેક્ટ્રિક સામાન અને દારૂ સહિત કુલ રૂ. 1 કરોડ 21 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રકના ચાલકની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વિવિધ રીતે દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરતા હોય છે. અરવલ્લી પોલીસ સરહદી વિસ્તારમાં અન્ય રાજ્યોમાંથી નશીલી ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે સતત સતર્ક રહે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
- September 13, 2025
0
895
Less than a minute
You can share this post!
editor

