એલસીબીએ મોડાસા ટાઉન વિસ્તારમાં બુટલેગરના ઘરે રેડ કરતા ટાઉન પોલીસના ડી.સ્ટાફની કામગીરી સામે સવાલ, સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી વિદેશી દારૂનું વેચાણ ધમધમી રહ્યું છે, એલસીબી પોલીસ દ્વારા અન્ય બુટલેગરોના ઘરે રેડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં નામચીન બુટલેગર રામ સલાટના ઘરમાંથી ૧.૩૫ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
એલસીબી પીઆઇ એચ.પી.ગરાસિયા, પીએસઆઇ સી.એમ.રાઠોડ તેમજ એલસીબી પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળતા સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં રહેતો બુટલેગરના રહેણાંક ઘરેની પાછળ કોટ પાસે ગેરકાયદેસર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ તથા છૂટી બોટલો/બિયરની પેટીઓ તથા ટીન મળી કુલ નંગ-૮૨૬ જેની કુલ કિંમત રૂ.૧,૩૫,૨૭૪/- નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર રામ અર્જુન સલાટ રહે. સર્વોદયનગર ડુંગરી મોડાસા, તા. મોડાસા, જી.અરવલ્લી ફરાર બુટલેગરને ઝડપી પાડવા એલસીબી પોલીસે વધુ તપાસ હાથધરી હતી.