અરણ્યધામ: શિક્ષણ માટે સતત કાર્યરત સંકુલ

અરણ્યધામ: શિક્ષણ માટે સતત કાર્યરત સંકુલ

બનાસકાંઠા જિલ્લો અનેક વિધ ભૌગોલિક વિશેષતા ધરાવે છે. રાજ્ય અને રાષ્ટ્રીય સીમા ધરાવતો આ જીલ્લો છેલ્લા દાયકાઓમાં અનેક વિધ આયામો સાથે આગવી ઓળખ ઊભી કરવામાં સફળતા મળી રહે છે. કેટલાક લોકો સંસ્થાઓ દ્વારા આગવી રીતે સેવા યજ્ઞ કરી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં શિવમ શૈક્ષણિક અને માનવ કલ્યાણ વિકાસ ટ્રસ્ટ, પાલનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉપલા ઘોડા ખાતે આદિવાસી સમાજના બાળકોના નિવાસ, ભોજન, શિક્ષણ અને સંવર્ધન માટે તેઓ કાર્યરત છે. આ સંકુલ બાંધવા માટે જમીની જરૂર પડી. ઉપલાઘોડા સ્થિત સ્વ.મનાભાઇ ચૌહાણ પરિવાર તરફથી લગભગ પાંચ વિગા જમીન દાનમાં મળી. આ પછી ઉપરના બાંધકામ માટે અમદાવાદ સ્થિત પાલડીના હેમંતભાઈ કડિયા ના સહયોગ અને પ્રયત્નોથી સ્વ. અમૃતભાઈ પી.પટેલ પરિવાર અને સ્વ.લીલાબેન ચી.પટેલ પરિવાર દ્વારા જમીન અને જરૂરી બાંધકામ માટે સહયોગ મળ્યો છે.

છેલ્લા સમયમાં સંકુલના સંચાલકો દ્વારા વિશેષ પ્રયત્નો અને વાલીઓ સાથે જોડાઈને થયેલ કામ અને પરસ્પર વિશ્વાસની સફળ ખેતીને કારણે આ વર્ષે આ સંકુલમાં લગભગ સો જેટલા આદિવાસી કુમારો અરણ્ય ધામ ખાતે નિવાસ કરી શિક્ષણ અને કૌશલ્ય આધારિત કાર્યોમાં સફળતા પૂર્વક આગળ વધી રહ્યા છે. તેઓ આ જ રીતે સતત આગળ વધશે. આ માટે સ્થાનિક અગ્રણીઓને સાથે રાખી એક કાર્યકારી સમિતિની રચના કરવામાં આવી છે. સ્થાનિક અગ્રણી રામાભાઈ માણસા અને અન્ય સ્થાનિક લોકોના સહકારથી કાર્યરત સમિતિ, આ સમિતિ દ્વારા જ બાળકોને શિક્ષણમાં આડાશ ઊભી ન થાય એવા આશય સાથે અરણ્ય ધામમાં જ રહેવા,જમવા અને આગળ વધવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અહીં એક વાત સ્પષ્ટ કરીએ કે સરકાર દ્વારા ગામડે ગામડે શાળાઓ બનાવવામાં આવી. આ નાનું કામ નથી પરંતુ ત્યાં હવે બાળકો નિયમિત પહોંચે એ જરૂરી છે. બસ, આ જ કામ અરણ્યધામમાં આદિવાસી કુમારો માટે અને તપોભૂમિ ખાતે આદિવાસી સમાજની દિકરીઓ માટે વ્યવસ્થા છે.અહી લગભગ દોઢ લાખનો ખર્ચ બાળકોને ભોજન અને પ્રાથમિક સુવિધાઓ સાચવવા માટે વપરાય છે. તપોભૂમિ અને અરણ્યધામ ખાતે સોલાર પ્લેટ વડે વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે. બાંધકામ પણ અહીં સરેરાશ કરતાં ડબલ ભાવે થાય છે ત્યારે આ બાળકો માટે વીસ જેટલા ઓરડા બાંધવામાં મહત્તમ ખર્ચ થયો છે. અહી બોરની વ્યવસ્થા છે પરંતુ આ બોરમાં પાણી નથી. બીજા સ્થળે બોર બનાવ્યો ત્યારે ત્યાં બે વર્ષમાં પાણી ખારું થયું. આજે એ બોરનું પાણી નહાવા ધોવામાં અને બીજા બોરનું પાણી ખોરાક તૈયાર કરવામાં વપરાય છે. આ સંકુલના સંચાલક મંડળ ધ્વારા ચર્ચા કરતા જાણવા મળ્યું કે, અહીં સંકુલમાં બે બોર બનાવવામાં આવ્યા છે. જે પૈકી એક બોરમાં પાણી ખારું થઈ ગયું. એ બોરમાંથી માત્ર ત્રીસ મિનિટ સુધી જ બોર પાણી આપે છે. બીજો બોર બનાવ્યો જેમાં અત્યારે માત્ર વીસ મિનિટ બોર ચાલુ રહી શકે છે. જ્યાં પાણી સતત આવી શકતું નથી. આ સંકુલમાં ડુંગરની તળેટીમાં કૂવો બનાવવામાં આવે તો મીઠું પાણી કાયમ માટે મળી શકે. અત્યારે સંકુલમાં બે બોર છે.બંને બોર ચાલુ છે. ભૌગોલિક પરિસ્થિતિને કારણે અહીં ટેકરી ઉપર બોરમાં પાણી રહેતું નથી. નિયમિત નથી અને આવે તોય ઓછું આવે છે. આસપાસના લોકો અને પાણી કળા ના જણાવ્યા મુજબ અહી કૂવો કરવામાં આવે તો મીઠું પાણી આવે અને પાણીનો પ્રશ્ન ઉકેલી શકાય.

આ વિસ્તારમાં એક કૂવો બાંધવાનું કામ હાથ ઉપર લેનાર સંચાલક મંડળ જણાવે છે કે, આ વિસ્તાર ભૌગોલિક રીતે ખાસ છે. ડુંગર અને પથરાળ જમીન વચ્ચે બોર સફળ થતાં નથી. કૂવો હોય તો એનું પાણી ખારું થતું નથી. આમ સો કરતા વધારે બાળકના માટે કૂવો ઘડવાનું કામ શરૂ થવામાં છે ત્યારે જિલ્લાના સુજ્ઞ વાંચકોને આ સંકુલમાં સહયોગ માટે અનુરોધ કરું છું.

અરણ્યધામ

મુ.ઉપલાઘોડા. તાલુકો:અમીરગઢ.
જીલ્લો: બનાસકાંઠા (ગુજરાત)
સંપર્ક નંબર: 8200302190

અહી મુલાકાત લેવા આવનાર માટે વિનંતી કે અગાઉ સંપર્ક કરીને જ પહોંચે જેથી ત્યાં યોગ્ય વ્યવસ્થા થઈ શકે. અરણ્યધામ ખાતે મોબાઇલનો સંપર્ક કરવો શક્ય નથી. આ કારણે આપને ખાસ વિનંતી કે ત્યાં જવા પહેલાં સંપર્ક કરવા નિવેદન છે. અહી ખાસ વિનંતી કે તપોભૂમિ ખાતે મુલાકાત લેવાની ઈચ્છા હોય તો સવારે શક્ય એટલું વહેલું અરણ્ય ધામ પહોંચવાનું છે.

ડૉ.ભાવેશ પંડ્યા
ગમતી નિશાળ

subscriber

Related Articles