બનાસકાંઠામાં આજથી એસએસસી, એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. આ સંદર્ભમાં ડીસામાં આમ આદમી પાર્ટીએ વિદ્યાર્થીઓની સુવિધા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર, પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડૉ. રમેશભાઈ પટેલ અને પાલિકા સભ્ય વિજયભાઈ દવેએ નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું છે કે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે. તેઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.આ ઉપરાંત કોઈ વાહન બંધ પડે કે અકસ્માત થાય તો તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. રસ્તા પર ટ્રાફિક જામ ન થાય તે માટે પ્રશાસન તરફથી પૂરતી તકેદારી રાખવામાં આવે તેવી માંગ કરાઈ છે.

- February 27, 2025
0
95
Less than a minute
You can share this post!
editor