ગુજરાતમાં ટેકાના ભાવથી ખરીદીમાં એપીએમસીઓ ને ભારે નુકશાન; ડીસા તાલુકામાં 12 હજાર ખેડૂતો ની નોધણી

ગુજરાતમાં ટેકાના ભાવથી ખરીદીમાં એપીએમસીઓ ને ભારે નુકશાન; ડીસા તાલુકામાં 12 હજાર ખેડૂતો ની નોધણી

– ડીસા તાલુકામાં 12 હજાર જેટલાં ખેડૂતો ની નોધણી થઈ

– ડીસા એપીએમસી ને અંદાજીત બે કરોડ ઉપરાંત નું નુકશાન ની ભીતિ

– સરકાર દ્વારા શેષની રકમ ન આપતાં આર્થિક નુકશાન વેઠવાનો વારો

– રાજય સરકાર દ્વારા એપીએમસી ને શેષ અથવા ગ્રાન્ટ ફાળવવા માંગ

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિત ની ખરીદી કરવામાં આવે છે પરંતુ એપીએમસી માં ખરીદી થતા સરકાર દ્વારા શેષની રકમ ન આપતા એપીએમસી નો વહીવટ આર્થિક રીતે ભાગી પડે તેમ છે. આથી સરકાર દ્વારા ગુજરાતની તમામ એપીએમસી માં ટેકાના ભાવે ખરીદીમાં શેષની ચૂકવણી કરવામાં આવે અથવા અલાયદી ગ્રાન્ટ ફાળવવા માંગ ઉઠી છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024 – 25 માં ખરીફ પાક મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા ટેકા ના ભાવે ખરીદી હેતું નિયત કરેલ નોડલ એજન્સીઓ માર્કેટ ફી બાબતે હજુ પણ સમજંસમાં છે. એપીએમસીઓ ની મુખ્ય આવકનો સ્ત્રોત એ માર્કેટ ફી છે. તો બજાર સમિતિ ને માર્કેટ ફી ની કોઈ જ આવક થશે નહીં તો બધા સમિતિની વહીવટી માલ મિલકતો ની મરામત અને જાળવણી પ્રક્રિયાને ગંભીર અસર પહોંચે તેમજ આ બાબતે સરકાર દ્વારા કોઈ જ ગ્રાન્ટ કે સહાય બજાર સમિતિ ને આપવામાં આવતી નથી. જેથી સદર ટેકા ના ભાવે નોડલ એજન્સી દ્વારા ખરીદવામાં આવતી ખેંત પેદાશોની બજાર સમિતિના પેટા નિયમ આધીન નિયત માર્કેટ ચૂકવામાં આવે તે બાબતે ગુજરાત ની તમામ એપીએમસી દ્વારા મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરવામાં આવી છે.

ડીસા તાલુકામાં 12 હજાર ખેડૂતો ની નોધણી: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં ડીસા તાલુકાના 12 હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હોવાથી ડીસા એપીએમસી ને રૂપિયા બે કરોડ ઉપરાંત ની શેષ ની આવકમાં ઘટાડો નોંધાય તેવી સ્થિતી ઉભી થવા પામી છે.

એપીએમસી ને શેષ અથવા ગ્રાન્ટ ફાળવવા માંગ: ગુજરાતની અનેક એપીએમસીઓ ની આવક શેષ ની રકમ ઉપર નિર્ભર છે. જેમાં ૪૦ જેટલી એપીએમસીઓ આવકના અભાવે મૃતપાય અવસ્થામાં છે. ત્યારે સરકારે ટેકાના ભાવથી ખરીદી કરતા એપીએમસીઓને વધુ નુકસાન થવાનો વારો આવ્યો છે. જેથી ગુજરાતની એપીએમસીઓ દ્વારા મુખ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

subscriber

Related Articles