રેલવે પચાસ ક્વાટર મકાનનું તાળું તોડી તસ્કરો દાગીના ચોરી છુંમંતર થયા; પાલનપુરમાં તસ્કરો એક બાદ એક ઘરફોડ ચોરીઓને અંજામ આપી રહ્યા છે જે રેલવે પચાસ કવાટરના એક બંધ મકાનમાં ધોળે દહાડે સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.23 લાખના મુદ્દામાલ ચોરી થયા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે પૂર્વ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પાલનપુરમાં તસ્કરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ધોળે દહાડે ઘરફોડ ચોરીઓને અંજામ આપી રહ્યા છે જે વચ્ચે શહેરના પચાસ ક્વાટર માં રહેતા અને હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતા રમેશભાઇ પીરાભાઇ પ્રજાપતિ તા.1 જૂનના સવારે મકાનને તાળુ મારી કારખાને ગયા હતા દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના મકાનનું તાળું તોડી તિજોરીમાં રહેલ સોનાની લંગડી, સોનાની વીંટી,બે લક્કી, છ નંગ બુટ્ટી,બે જોડ બુટીયા, ચાંદીનું મંગળસૂત્ર ચાંદી ની લક્કી સોનાની રથ મળી કુલ.રૂ.1.23.500 ની કિંમતના સોના ચાંદીના દાગીના ની ચોરી કરી પલાયન થઇ જતાં મકાન માલિકે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોળે દહાડે ઘરફોડ કરતા અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી હતી.