વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની એબીવીપીએ માંગ કરી; 24 કલાકમાં માંગણી પૂરી નહિ કરાય તો આંદોલનની ચીમકી, પાલનપુરની સરકારી પોલીટેકનિક કોલેજમાં રહેતા વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા અંગે પરિપત્ર કરવામાં આવતા વિધાર્થીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે. ત્યારે વિધાર્થીઓ સાથે કરવામાં આવી રહેલા અન્યાય સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ટીમ દોડી આવી હતી અને કોલેજના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા 24 કલાકનું એલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.
પાલનપુર ખાતે આવેલી સરકારી પોલીટેકનીક કોલેજમાં દૂર દૂરથી અભ્યાસ કરવા આવેલ ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે જોકે કોલેજના જવાબદાર અધિકારી દ્વારા આ વિધાર્થીઓને હોસ્ટેલ ખાલી કરી દેવા અંગે પરિપત્ર કરવામાં આવતા આ વિદ્યાર્થીઓ કફોડી હાલતમાં મુકાઇ જવા પામ્યા હતા.જેને લઇ એબીવીપીના કાર્યકરો કોલેજ દોડી આવ્યા હતા જ્યા હોસ્ટેલ ખાલી કરવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને આ વિદ્યાથીઓ માટે કોલેજમાં રહેવા જમવા સહિતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની કરવાની માંગ કરી હતી અને 24 કલાકમાં તેમની માંગણી સંતોષવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી અપાઇ હતી.

