સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીની સહાયમાં પાટણ જિલ્લાને બાકાત રખાતા રોષ

સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીની સહાયમાં પાટણ જિલ્લાને બાકાત રખાતા રોષ

પ્રાંત કચેરી, સિદ્ધપુર ખાતે કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ સાથે આવેદન સુપ્રત કરાયુ

ઉ.ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અંગે રાજ્ય સરકારે સહાય આપવામાં પાટણ જિલ્લાને બાકાત રાખવાના નિર્ણય સામે શુક્રવારે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નેતૃત્વમાં સિદ્ધપુર કોંગ્રેસ દ્વારા પ્રાંત કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સહી ઝુંબેશ સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

એક તરફ ખેડૂતો મોંઘાદાટ બિયારણ અને ખાતરના ખર્ચ બાદ ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા છે, ત્યાં બીજી તરફ કુદરતી આફતથી પાક નિષ્ફળ ગયો છે. આ સંજોગોમાં સહાય ન મળવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કફોડી બની છે. ત્યારે કોગ્રેસ દ્ધારા આ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું. કે ઉત્તર ગુજરાતમાં વારંવાર કમોસમી વરસાદ પડેલ છે. તેના કારણે ઉત્તર ગુજરાતમાં મગફળી તેમજ અન્ય પાકોમાં ખેડૂતોને નુકસાની થયેલ હોવાનું જોવા મળે છે. આમ મગફળી અને અન્ય પાકો હજુ ખેડૂતોના ઘરમાં પહોંચે તે પહેલા કમોસમી વરસાદ રૂપે પ્રકોપ આવેલ તેના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. અને મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામેલ હોવાથી પશુપાલકોનો વ્યવસાય કરતા ખેડૂતોને ઘાસચારાની મોટા પાયે તંગી જોવા મળી છે અને ખેડૂતોને ખૂબ જ નુકસાની વેઠવાનો સમય છે.

હાલમાં ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદના નુકસાન માટે સર્વે કરવામાં આવે છે પરંતુ આ સર્વે માંથી પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવેલ છે તેવું જાણવા મળેલ છે. પાટણ જિલ્લાના આજુબાજુના બધા જિલ્લામાં વરસાદથી થયેલ નુકસાનની સર્વેની કામગીરી ચાલુ હોય તો શા માટે પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે ? આવી સરકારની ખેડૂતો માટે ભેદભાવ વાળી નીતિ રાખવામાં આવે છે, તો ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક સિદ્ધપુર તાલુકો તેમજ પાટણ જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાનનો સર્વે કરાવી સહાય આપવામાં આવે તેમ જ જગતના તાતનું પાક ધિરાણ માફ કરવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે.જો વહેલી તકે પાટણના ખેડૂતોને ન્યાય નહીં મળે અને સહાયની જાહેરાત નહીં થાય, તો કોંગ્રેસ પક્ષ ખેડૂતોના હિતમાં ઉગ્ર આંદોલન શરૂ કરશે.

આ કાર્યક્રમમાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હમીદભાઈ માંકણોજીયા, સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ હર્ષદભાઈ પાધ્યા સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરમિત્રો અને ખેડૂતો હાજર

 

  • Beta

Beta feature

 

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *