બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકરોને બી.એલ.ઓની વધારાની કામગીરી સોંપવામાં આવતા રોષ ફેલાયો છે. આંગણવાડી કાર્યકરોને આઇ.સી.ડી.એસ સિવાયની કામગીરી નહિ કરવા હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવેલ હોવા છતાં આ વધારાની કામગીરી સોંપવામાં આવતા આંગણવાડી કાર્યકરોએ પાલનપુર ખાતે જિલ્લા કલેકટર આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.બનાસકાંઠા જિલ્લામાં ૦ થી ૬ વર્ષના નાના બાળકો,ધાત્રી માતાઓ,સગર્ભા મહિલાઓ તેમજ કિશોરીઓને સૂપોષીત કરવાનું કામ કરતી આંગણવાડી કાર્યકરોને આઇસીડીએસ કામગીરીનો બોઝો પણ વધી ગયો છે તેમની પાસે સરકારી મોબાઈલ ન હોવા છતાં પોતાના સામૂહિક પરિવારના મોબાઇલથી મોડે સુધી કામગીરી કરવાની થતી હોય છે ફરજના કામમાં અતિ વ્યસ્ત રહેતી આંગણવાડી કાર્યકરોને આઇ.સી.ડી.એસ સિવાયની કામગીરી નહિ સોપવા હાઇકોર્ટે દ્વારા આદેશ કરવામાં આવેલ છે તેમ છતાં તેમને બી. એલ.ઓની વધારાની કામગીરી સોંપવામાં આવતા પાલનપુર ખાતે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

- July 1, 2025
0
127
Less than a minute
You can share this post!
editor