મોટા ગામના વૃદ્ધે ગઢ ગામની સીમમાં ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

મોટા ગામના વૃદ્ધે ગઢ ગામની સીમમાં ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

મૃતક વૃદ્ધ ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો

75 વર્ષના વૃદ્ધે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવતા દે ચકચાર; પાલનપુર પંથકમા આપઘાતના વધતા જતા બનાવો વચ્ચે ગઢ ગામની સીમમાં મોટા ગામના એક વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી મૃતક રાત્રે ઘરે કોઈને કહ્યા વગર નીકળી જઇને આ અંતિમ પગલું ભર્યું હતું.

પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા છેલ્લા ચારેક દિવસમાં ચાર જેટલા વ્યક્તિઓએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધા છે. જેમાં જીવનનો અંતિમ તબ્બકો વિતાવી રહેલા મોટા ગામના એક વૃદ્ધ વ્યક્તિએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પાલનપુર તાલુકાના મોટા ગામના 75 વર્ષીય ગંભીરજી સેંધાજી પરમાર (ઠાકોર) નામનો વૃદ્ધ શનિવારે રાત્રે ઘરે કોઈને કહ્યા વગર નીકળી જઇ તે ગઢ ગામે સામઢી રોડ પર આવેલ કેનાલ પાસે ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. જોકે વહેલી પરોઢે ખેતરે જતા લોકોને ઝાડ પર લટકેલી હાલતમાં લાશ જોવા મળતા બનાવના પગલે લોકોના ટોળે ટોળા એકઠા એકત્ર થઈ ગયાં હતા. અને ઘટના અંગે ગઢ પોલીસને જાણ કરવામા આવતા પોલીસ ટીમ ઘટના સ્થળે આવીને લાશને નીચે ઉતારી બનાવ અંગે મૃતક ના વાલી વારસોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *