ભૂકંપના આંચકા ને લઇ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો; પાટણના રાધનપુર નજીક ગુરૂવારે સવારે 8-10 કલાકે 2.9 ની તીવ્રતા નો ભૂકંપનો આંચકો લોકો એ અનુભવ્યો હતો. ભૂકંપ ના આંચકા ને લઇ લોકોમાં ભય સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જોકે ભૂકંપ ની તીવ્રતા ઓછી હોવાના કારણે મોટાભાગના લોકોએ ભૂકંપનો અહેસાસ અનુભવ્યો ન હોવાનું જણાયુ છે. જિલ્લાના રાધનપુર નજીક સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા રાધનપુર સહિત જિલ્લા ના લોકોને તા.26 મી જાન્યુઆરી ના વિનાશક ભૂકંપની ધટના યાદ આવતાં લોકોમાં ભય સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

- June 5, 2025
0
134
Less than a minute
You can share this post!
editor