અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ઊંટને કામધેનુ ગૌ હોસ્પિટલ દ્વારા સારવાર અપાઈ: પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આવો જ એક માર્ગ અકસ્માત નો બનાવ ગુરૂવારના રોજ સિદ્ધપુરના કાકોશી ચાર રસ્તા નજીક માર્ગ પરથી પસાર થઈ રહેલ સ્કોર્પિયો ગાડી અને ઊંટ લારી વચ્ચે કોઈ કારણોસર સર્જાતા સ્કોર્પિયો ગાડીને આગળના ભાગે મોટું નુકસાન થવાની સાથે ચાલક સહિત નાઓને નાની મોટી ઈજાઓ પહોચી હતી. તો ઉટલારી નો પણ અકસ્માતમાં કચ્ચરઘાણ નિકળી ગયો હતો. અને ઊંટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. સિધ્ધપુરના કાકોશી ચાર રસ્તા નજીક ગંગોત્રી હોટલ સામે હાઇવે ઉપર ઊંટ ગાડી અને સ્કોપીયો ગાડી ના સજૉયેલ અકસ્માત ને પગલે ધટના સ્થળે લોકો ના ટોળા એકત્ર થયા હતા અને સ્કોર્પિયો ગાડીમાં ઈજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગંભીર રીતે ઘવાયેલા ઊંટ ને ગૌભક્તો દ્વારા જેસીબી મશીનની મદદથી ટ્રેક્ટર દ્રારા નાગવાસન પાંજરાપોળ માં મોકલવામાં આવ્યો હતો જયાં ઈજાગ્રસ્ત ઊંટની કામધેનુ ગૌ હોસ્પિટલના સેવાભાવી વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- February 14, 2025
0
200
Less than a minute
You can share this post!
editor