કાંકરેજ તાલુકામાંથી પસાર થતો પાલનપુર કંડલા નેશનલ હાઇવે નંબર 27 પર વારંવાર અકસ્માત ના બનાવો બનતા હોય છે જેમાં આજે વહેલી સવારે શિહોરી તરફ થી ડીસા તરફ જઈ રહેલી બલેનો કાર નં. GJ24AO3100 જે ડીસા તરફ જઈ રહી હતી ત્યારે ચેખલા ગામ પાસે એક રીક્ષા નં. GJ 08.એક્સ.0865 ના ચાલકે રીક્ષા ને ગફલત ભર્યું ડ્રાયવિંગ કરી આગળ જતી કારની પાછળ રીક્ષા ઘુસાડી દેતા કાર ને પાછળ ના ભાગે મોટુ નુકસાન થવા પામ્યું હતું હાઇવે પર અકસ્માત થતા લોકોના ટોળે ટોળાં એકઠા થઇ ગયા હતા સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ન હતી.

- February 10, 2025
0
90
Less than a minute
You can share this post!
editor