બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં દેશી દારૂ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમીરગઢ પોલીસે બૂટલેગરોના ઠેકાણે દરોડા પાડ્યા હતા. પોલીસે વિવિધ સ્થળોએથી દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. બૂટલેગરોએ દારૂનો જથ્થો ખેતરોમાં, સંડાસ-બાથરૂમમાં, ઘરોમાં અને પાણીની ટાંકીઓમાં સંતાડ્યો હતો.
પોલીસે આ તમામ સ્થળોએથી દારૂ શોધી કાઢ્યો હતો. વિશેષમાં, દારૂ બનાવવા માટેનો 2100 લીટર વોશ પણ જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી અમીરગઢના પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી વિસ્તારના બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દેશી દારૂના અવૈધ ધંધા સામે કડક પગલાં લીધા છે. અને આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવી ચેતવણી આપી છે.