પાણીમાં તરતો શવ જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા; અમીરગઢ બનાસ નદીમાં આજ બપોરે અજાણ્યા શખ્સની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જૂનીરોહ ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના રપટ નજીક પાણીમાં તરતી લાશ જોઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને અમીરગઢ પોલીશને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પાણીમાંથી બહાર કાઢી ઓળખમાટે વધુ તપાસ હાથ ધરી હતી.
હાલમાં થોડા જ દિવસો પહેલા ઠાકોર સમાજના સ્મશાનમાં એક ગુમ યુવકની લાશ ધડથી અલગ હાલતમાં મળી આવી હતી અને બે દિવસ અગાઉ જે એક યુવક બનાસ નદીમાં આખી રાત એક પથ્થરના સહારે બેસી રહ્યો હતો બીજા દિવસે સવારે એસડીઆરએફ ની મદદથી ભોણા ભાઈને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો એક બાદ એક ઘટતી ઘટનાઓથી અમીરગઢની પ્રજામાં ભયનો માહોલ ફેલાયો છે. અમીરગઢ પોલીસે મળેલ શવ ની તજવીજ હાથ ધરી છે તથા ઓળખ માટે લોકોને ફોટો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

