પાલનપુરમાં વધુ એક કારમાં આગ ભભુકી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શહેરના ગણેશપુરા વિસ્તારમાં કારમાં આગ ભભુકતા અફરાતફરી મચી ગઇ હતી.પાલનપુરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કારમાં આગ લાગવા નો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ગણેશપુરા વિસ્તારમાં એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટિમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. જોકે,સદ્દનસીબએ મોટી જાનહાની ટળી હતી.

- April 25, 2025
0
150
Less than a minute
You can share this post!
editor