પાલનપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે વગર વરસાદે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગઠામણ પાટિયા પાસે ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતા ટ્રાફિક જામ વચ્ચે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પાલનપુરમાં વગર વરસાદે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. પાલનપુરના ગઠામણ પાટિયા નજીક ભૂગર્ભ ગટર ઉભરાતા હાઇવે પાણી પાણી થઈ ગયો હતો. ગટરના ગંદા પાણી હાઇવે પર ઉભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગટરના ગંદા પાણીને કારણે હાઇવે પર ચોમાસા જેવો માહોલ સર્જાતા ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

- March 13, 2025
0
41
Less than a minute
You can share this post!
editor