શનિવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરો પર મોટા પાયે લશ્કરી હુમલાઓનો આદેશ આપતા ઓછામાં ઓછા 24 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. લાલ સમુદ્રમાં જહાજો પર જૂથના હુમલાના બદલામાં આ હુમલા કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે હુથી બળવાખોરો જો તેમનું આક્રમણ ચાલુ રાખશે તો તેના ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી, અને કહ્યું હતું કે, “તેમના પર નરકનો વરસાદ વરસશે.”
તેમણે હુથીઓના મુખ્ય સમર્થક ઈરાનને પણ એક કડક સંદેશ આપ્યો, જેમાં જૂથને સમર્થન આપવાનું તાત્કાલિક બંધ કરવાની માંગ કરી. અમેરિકા માટે કોઈપણ ખતરાની ગંભીરતા પર ભાર મૂકતા, ટ્રમ્પે કહ્યું, “અમેરિકા તમને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવશે, અને અમે તેના પ્રત્યે દયાળુ નહીં રહીએ!”

