અંબાજી પોલીસે 28 જુગારીઓને ઝડપી પાડયા; ચાર લાખનો મુદામાલ જપ્ત

અંબાજી પોલીસે 28 જુગારીઓને ઝડપી પાડયા; ચાર લાખનો મુદામાલ જપ્ત

અંબાજી પોલીસે 28 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડયા છે, પોલીસને બાતમી મળી તેના આધારે રેડ કરીને તમામ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, પોલીસે જુગારીઓ સામે ગુનો નોંધ્યો છે અને મુદામાલ જપ્ત કર્યો છે. જુગારીઓ મહેસાણાથી જુગાર રમવા માટે આવ્યા હતા અને પોલીસે દરોડા પાડીને તમામને ઝડપી પાડયા છે, પોલીસને બાતમી હતી કે એક સાથે 28 લોકો ધર્મશાળામાં પહોંચ્યા છે અને જુગાર રમી રહ્યાં છે, ત્યારે પોલીસે દરોડા પાડયા અને રૂમમાં જુગારીઓ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા,

મહેસાણાથી સ્પેશિયલ જુગાર રમવા માટે ધર્મશાળા રાખી હતી અને પોલીસે તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. 4.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના સૂત્રોનું કહેવું છે કે, શ્રાવણિયો જુગાર રમવા માટે લોકો આવતા હોય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ઘણી ધર્મશાળાઓમાં બાતમીના આધારે રેડ કરવામાં આવે છે અને જુગાર રમતા હોય તો તેમની ધરપકડ પણ કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *