અંબાજી-આબુરોડ હાઈવે પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. યુવકની કાર અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગુલાબ ખાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અંબાજી અને આબુરોડ વચ્ચેનો માર્ગ અનેક વળાંકો ધરાવે છે. આ કારણે અહીં વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. કેટલીક વાર બ્રેક ફેઇલ થવાના કારણે તો ક્યારેક ઓવરલોડ વાહનોને કારણે અકસ્માતો થાય છે.અકસ્માતમાં ઈટિયોસ કારને આગળના ભાગે મોટું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ માર્ગ પર વધતા જતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ સલામતીના પગલાં લેવા માટેની માંગ કરી છે.

- February 26, 2025
0
121
Less than a minute
You can share this post!
editor