યાત્રાધામ અંબાજી માં કમૂરતા પૂરા થયા બાદને ઉતરાયણ બાદ શુભ પ્રસંગો શરૂ થયા છે ત્યારે અંબાજી મંદિરમાં પણ અવિરત દાન નો પ્રવાહ વહી રહ્યો છે ત્યારે નડિયાદ ના બે ભક્તો દ્વારા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને રૂપિયા ૭.૬૫ લાખની કિંમત નું સોનાનું દાન અર્પણ કર્યું છે આ દાન નડિયાદ ના નિવૃત્ત શિક્ષક અને નિવૃત્ત શિક્ષિકા દ્વારા ચઢાવવામાં આવ્યું છે. આ બંને શિક્ષકો દ્વારા અંબાજી મંદિરમાં માતાજી ને ૧૦૦ ગ્રામ ના વજન વાળો સોનાનો હાર માતાજી ને અર્પણ કર્યો હતો આ બંને દાતાઓ એ દાન કરીને પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે આજે મળેલો સો ગ્રામના વજન વાળો સોનાનો હારનું દાન અંબાજી મંદિર ના ટેમ્પલ ઇન્સ્પેકટર મિતેશ પંડ્યા એ સ્વીકારી ને પહોચ અર્પણ કરી હતી.
- January 19, 2025
0
24
Less than a minute
You can share this post!
editor