અંબાજી ગબ્બર 51 શક્તિ પીઠ પરીક્રમા મહોત્સવ સુખરૂપે સંપન્ન, ત્રણ દિવસ માં 4 લાખ કરતાં વધુ શ્રધ્ધાળુઓ પહોચ્યા

અંબાજી ગબ્બર 51 શક્તિ પીઠ પરીક્રમા મહોત્સવ સુખરૂપે સંપન્ન, ત્રણ દિવસ માં 4 લાખ કરતાં વધુ શ્રધ્ધાળુઓ પહોચ્યા

યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે યોજાઇ રહેલા ત્રી દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો છેલ્લો દિવસ છે, આ પરિક્રમાના ત્રીજા દિવસે ગબ્બર તળેટીમાંથી ત્રિશૂળ યાત્રા, ચામર યાત્રા મશાલ યાત્રા સાથે પાલખી યોજવામાં આવી હતી. છેલ્લા દીવસે હજારો ની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આ ગબ્બર પરિક્રમા મહોત્સવ નો લ્હાવો લીધો હતો. ખાસ કરીને આદિવાસી લોકોએ પણ પોતાની ને આગવી સંસ્કૃતિ પ્રમાણે લેઝીમને ઢોલ સાથે આ પરિક્રમા મહોત્સવ સ્થળે પહોંચ્યા હતા ને આ ત્રીજા દિવસે ની ગિરિમાળાઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઊઠી હતી.

જોકે આજે આ પરિક્રમા મહોત્સવના છેલ્લા દિવસે અલા કલેક્ટર સાથે અધિકારી તેમજ જિલ્લાના વહીવટી અધિકારીઓએ પણ આજે ગબ્બર પરિક્રમા કરી હતી જેમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે પાલખી લઈને પરિક્રમાનો અનેરો લ્હાવો લીધો હતો સાથે પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને પરિક્રમા પથ ઉપર જિલ્લા કલેકટર દ્વારા નિશુલ્ક નાસ્તો પીરસીને સેવા પૂરી પાડી હતી 51 શક્તિ પીઠ મંદિરના વિવિધ સંકુલ ઉપર યજ્ઞ કુંડમાં પણ આહુતિ આપી ભક્તોએ પોતાનું જીવન ધન્ય કર્યું હતું હળવો યાત્રિકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ત્રિશૂળ યાત્રા કરતા હોવાનું જણાવ્યું હતું ને ચામર પણ ઢાળવવામાં આવી હતી દેશ દુનિયામાં 51 શક્તિપીઠ મંદિરોના દર્શન કરવા ભલે ન જઈ શકતા હોય પણ અંબાજી ગબ્બર ખાતે શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા સાથે સ્થાપિત કરેલા આ 51 શક્તિપીઠ મંદિરના દર્શનનો લાભ લેવા જણાવ્યું હતું.

છેલ્લા દિવસે જિલ્લા વહીવટી તંત્ર સાથે યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓએ પણ 51 શક્તિપીઠ એ પરિક્રમા કરી હતી જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે આ મહોત્સવ ની છેલ્લો દિવસ ભલે હોય પણ વર્ષના 365 દિવસ આ પરિક્રમા પઠ ખુલ્લો જ રહેશે જેને લઇ યાત્રિકો ગમે ત્યારે આ 51 શક્તિપીઠ મંદિરની પરિક્રમા કરી શકે છે પરિક્રમા મહોત્સવમાં આ ત્રીદિવસીય મહોત્સવ માં ચાર લાખ કરતા વધુ શ્રદ્ધાળુ એ પરિક્રમા નો લાભ લીધા હોવાનુ મીહીર પટેલ કલેક્ટર બનાસકાંઠા એ જણાવ્યુ હતું. પરિક્રમા મહોત્સવના નાં અંતીમ દિવશે અંબાજી નાં સ્થાનીક અનેક સમાજ દ્વારા ધજા સાથે પરીક્રમા નો લાભ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *