વૈકલ્પિક વ્યવસ્થાના માટે આયોજન હાથ ધરાશે: યાત્રાધામ અંબાજીમાં હાલ તબક્કે અંબાજી ગબ્બર શક્તિ કોરિડોર માટેની તૈયારીઓ ચાલી રહી છે તેના ભાગ રૂપે 89 જેટલા દબાણ દારો ને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ 89 જેટલા માલધારી સમાજના તેમજ અન્ય અસરગ્રસ્તો પોતાની વ્યકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે વિરોધ કર્યો હતો ને પોતે વિકાસની સાથે છીયે પણ વ્યકલ્પિક વ્યવસ્થા આપો તો અમે અમારા ઘરબાર છોડી દેવા તૈયાર છીયે ને સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા માંગ કરી હતી.
જોકે આ સાથે આજે એસડીએમ સિદ્ધિ વર્મા, દાંતા (એસડીએમ દાંતા) એસીપી આઈપીએસ સુમન નાલા,દાંતા ડિવિઝન, મમતલદાર બી એસ બારોટ, ટીડીઓ કંદર્પ પંડયા સાથે પોલીસ કાફલો અસરગ્રસ્ત વિસ્તારમાં પહોચ્યો હતો જ્યાં માલધારી સમાજના તેમજ અન્ય અસરગ્રસ્ત લોકોને સાંભળ્યા હતા જેમાં એક માત્ર વ્યકલિપ્ક વ્યવસ્થા કર્ક આપવાની માંગ કરી હતી જોકે હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તાત્કાલિક અસર થી વિસ્થાપિત લોકો ને સર્વે ની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જોકે સમગ્ર મામલે અધિકારીઓ એ પણ વ્યકલ્પિક વ્યવસ્થા માટે હકાર કર્યો હતો પણ તેના પહેલા આ દબાણદારો એ પોતાની જગ્યા ખાલી કરી દેવા પણ સૂચન કરવામાં આવ્યું હતું જ્યારે પોલીસઅધિકારી એ કોઈ પણ ઘર્ષણ માં ઉતર્યા વગર સરકારી કામગીરી ને સહકાર આપવા ભલામણ કરી હતી જ્યારે અવિસ્થાપિત લોકો એ પોતાને રહેવા માટે તેમજ ઘરનું સમાન મૂકવા માટે કોઈજ જગ્યા ન હોવાથી પ્રથમ વ્યક્લ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી.