૩ જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ

૩ જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ

આવતીકાલે બુધવારે પ્રથમ જથ્‍થો જમ્‍મુના બેઝ કેમ્‍પથી રવાના થશેઃ બાલતાલ-પહેલગામ બન્ને રૂટથી યાત્રા શરૂ થશે

 બે દિવસ પછી ૩ જુલાઈને ગુરુવારથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે.  ઉધમપુરમાં જમ્‍મુ અને કાશ્‍મીર વહીવટીતંત્રે સુરક્ષા દળો અને પોલીસ સાથે મળીને જમ્‍મુ-શ્રીનગર રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર યાત્રાળુઓના જૂથનો ટ્રાયલ રનનું આયોજન કર્યું હતું. અમરનાથ યાત્રા ૨૦૨૫ને સુરક્ષિત બનાવવા માટે, સીઆરપીએફએ સુરક્ષા વ્‍યવસ્‍થાને વધુ મજબૂત બનાવી છે. જમ્‍મુ-શ્રીનગર રાષ્‍ટ્રીય ધોરીમાગ પર વધારાના સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્‍યા છે અહીંથી જે હજારો શ્રદ્ધાળુઓની અવર-જવર થાય છે. માટેનો મુખ્‍ય માર્ગ છે.

ઉધમપુર સેક્‍ટર જેવા સંવેદનશીલ વિસ્‍તારોમાં સુરક્ષા વધારીને હાઇવે પર પેટ્રોલિંગ મજબૂત બનાવવામાં આવ્‍યું છે. આ ઉપરાંત૯ ડોગ સ્‍ક્‍વોડ યુનિટને પણ દેખરેખ માટે તહેનાત કરવામાં આવ્‍યા છેજેથી કોઈપણ સંભવિત ખતરા પર તાત્‍કાલિક કાર્યવાહી કરી શકાય. અમરનાથ યાત્રાનો પહેલો જથ્‍થો આવતીકાલે બુધવારે ૨ જુલાઈ ૨૦૨૫ ના રોજ જમ્‍મુના બેઝ કેમ્‍પથી રવાના થશે. આ અમરનાથ યાત્રા સત્તાવાર રીતે ૩ જુલાઈથી શરળ થશેજેમાં શ્રદ્ધાળુઓ બાલતાલ અને પહેલગામ બંને રૂટથી પવિત્ર ગુફા માટે રવાના થશે. અમરનાથ યાત્રા ૨૦૨૫ પહેલાસીઆરપીએફ એ હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિતિ કરવા માટે જમ્‍મુ-શ્રીનગર રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર ચુસ્‍ત બહુ-સ્‍તરીય સુરક્ષા વ્‍યવસ્‍થા અમલમાં મૂકી છે. નાયબ પોલીસ અધિક્ષક પ્રહલાદ કુમારે માહિતી આપી હતી, કે આજે યોજાયેલ મોક ડ્રીલનો હેતુ સુરક્ષા દળો વચ્‍ચે સંકલનની અસરકારકતા ચકાસવા અને તેમના પ્રતિભાવનું મૂલ્‍યાંકન કરવાનો હતો. આ કવાયત સંપૂર્ણપણે સફળ રહી.

જમ્‍મુ અને કાશ્‍મીરના ડેપ્‍યુટી કમિશનર સચિન કુમાર વૈશ્‍યએ માહિતી આપી છે કે અમરનાથ યાત્રા ૨૦૨૫ માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તેમણે કહ્યું, સરકારે આજથી સરસ્‍વતી ધામ ખાતે ટોકન વિતરણ શરૂ દીધેલ છે.  અમે શ્રદ્ધાળુઓને મોટી સંખ્‍યામાં આવવા વિનંતી કરીએ છીએ.  યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે વ્‍યાપક વ્‍યવસ્‍થા કરવામાં આવી છેૅ. સલામતી કરવા માટે અને સાવચેતીના પ્રયાસ રૂપે, ભારતીય સેના, સીઆરપીએફ  જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસ અને જેકેએસડીઆરએસ દ્વારા ગઈકાલે જમ્‍મુ-શ્રીનગર રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર સમરોલી, ટોલડી નાલા ખાતે સંયુક્‍ત મોક લેન્‍ડસ્‍લાઈડ કવાયત હાથ ધરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *