પીએમ મોદીએ પોતે આ તસવીરો તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ વર્ષ પછી ચીનના પ્રવાસે છે. ગઈકાલે પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. આજે, આખરે ચીનમાંથી તે તસવીરો સામે આવી છે, જેની આખી દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી હતી. SCO સમિટ પહેલા, પીએમ મોદી, શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક મંચ પર જોવા મળ્યા હતા.
પુતિને પીએમ મોદીને જોતા જ તેમને ગળે લગાવ્યા. બંને નેતાઓ હાથ મિલાવતા અને એકબીજાને ગળે લગાવતા હોય તેવા ફોટા સામે આવ્યા છે. પીએમ મોદીએ પોતે આ તસવીરો તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે.
રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથેની તસવીરો શેર કરતા પીએમ મોદીએ કેપ્શનમાં લખ્યું, ‘રાષ્ટ્રપતિ પુતિનને મળવું હંમેશા આનંદદાયક હોય છે.’ આ તસવીરો એવા સમયે સામે આવી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાનું કારણ આપીને ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે.

