રોડના કામમાં નામ માત્ર ખિલાસરીનો ઉપયોગ કરતા કામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા: વડગામ તાલુકાના શેરપુરા થી શેભર ગોગા મહારાજના મંદિર સુધી ડામર તેમજ આરસીસી રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા જૂના આરસીસી રોડ પર પીચિંગ કર્યા વિના જ અને નામ માત્રની ખીલાસરીનો ઉપયોગ રોડ બનાવવામાં આવી રહ્યો હોય લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા રોડની ગુણવત્તા સામે લોકોમાં સવાલો ઉઠવા પામ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા દર વર્ષે લાખો કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાઓ બનાવવાના આવે છે પરંતુ કેટલીક જગ્યાઓએ કોન્ટ્રાકટરની મેલી મુરાદના કારણે રોડ રસ્તાઓનું તકલાદી કામ કરવામાં આવતા તે સામાન્ય વરસાદમાં જ તુટી જતા હોય છે જેમાં હાલ વડગામ તાલુકામાં શેરપુરા થી સેંભર ગોગ મહારાજના મંદિર સુધી લાખો રૂપિયાના ખર્ચે ડામર અને આરસીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા આરસીસી રોડ પર નવો આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે આ કામમાં જૂના આરસીસી રોડનું પિચીંગ કરવામાં ન આવતા તેમજ રોડમાં નામ માત્ર ખીલાસરીની જાળીઓ નાખવામાં આવતા નબળી ગુણવત્તાને લઇ લાખો રૂપિયાનું એંધાણ થઇ રહયું છે ત્યારે જવાબદાર તંત્ર સ્થળ સ્થિતિની જાત તપાસ કરી રોડ મજબુત બને તે દિશામાં પગલાં ભરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.