ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ.જયશંકર, કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સામેલ : પહેલગામ હુમલાને લઈને પાર્લમેન્ટમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર, કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના ઘણા નેતાઓ સામેલ છે.બેઠકમાં પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું.આ પહેલાં કેન્દ્ર સરકારે પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ગુરુવારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, 27 એપ્રિલથી તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા હોવાથી તેમણે ભારત છોડવું પડશે. જેમને મેડિકલ વિઝા મળ્યા છે તેમણે 29 એપ્રિલ, 2025 સુધીમાં ભારત છોડવું પડશે. વિદેશ મંત્રાલયે પણ ભારતીયોને પાકિસ્તાનની યાત્રા ન કરવાની સલાહ આપી છે. પાકિસ્તાને ભારત સાથેના શિમલા કરાર સહિત તમામ દ્વિપક્ષીય કરારો રદ કરી દીધા છે.

- April 24, 2025
0
152
Less than a minute
Tags:
- All-Party Meeting
- bilateral relations
- Congress President Mallikarjun Kharge
- Defense Minister Rajnath Singh
- External Affairs Minister S. Jaishankar
- Home Minister Amit Shah
- Ministry of External Affairs
- National Security
- Pahalgam Attack
- Pakistani Citizens
- Parliament Proceedings
- Shimla Agreement
- Terrorism
- Two-Minute Silence
- visa suspension
You can share this post!
editor