અમદાવાદ થયેલા એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામા વિમાનમાં સવાર 242માંથી થયા 133 લોકોના મોત થયા હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. જોકે, આ આંકડો હજુ પણ વધી શકે તેવી આશંકા સેવાઈ રહી છે. એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. ત્યારે પ્લેનમાં સવાર લોકોની યાદી પણ સામે આવી છે.
મહત્વનું છે કે પ્રારંભિક તપાસમાં વિમાન ક્રેશ થવાનું કારણ બહાર આવ્યું છે. જોકે, આ યાદીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત વિમાનની પૂંછડીનો ભાગ નીચે અથડાવાથી થયો હતો. કેટલાક અહેવાલો અનુસાર વિમાનનું એન્જિન અચાનક ખરાબ થઈ ગયું હતું, જેના કારણે આ અકસ્માત થયો હતો.