અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્ર્ગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે, એસઓજી એ બરોડા એક્સપ્રેસ હાઈવે પાસેથી બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે, અજય પ્રજાપતિ અને આનંદી ડામરની પોલીસે ધરપકડ કરી છે, ડ્રગ્સનો જથ્થો મંગાવનાર અને મોકલનાર 3 શખ્સો ફરાર છે, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. મધ્યપ્રદેશથી 52.50 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ લઇને અમદાવાદ આવેલા કપલની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. વટવાના ડ્રગ્સ માફિયાએ મધ્યપ્રદેશથી લાખો રૂપિયાનુ ડ્રગ્સ મંગાવતો હતો. ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે યુવક અને યુવતીની ધરપકડ કરી છે. યુવતી અગાઉ પણ ડ્રગ્સની ડિલિવરી આપવા આવતી હતી.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કપલ મધ્યપ્રદેશના રતલામથી ડ્રગ્સ આપવા માટે આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે FSLની ટીમ બોલાવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જે સફેદ પાવડર મળ્યો હતો તે FSLની તપાસમાં સામે આવ્યું છે કે તે ડ્રગ્સ છે, અગાઉ પણ આ શખ્સોએ અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી કરી હતી.